ઝીલાયા ગામે બનેલી ઘટનાના પગલે પાટણ જિલ્લામાં 24 કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ
પાટણ, 23 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 23/03/2026 ના રોજ 24 કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ચાણસ્મા તાલુકાના ઝીલાયા ગામે બનેલી ઘટનાના પગલે લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન
પાટણ જિલ્લામાં 24 કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ


પાટણ, 23 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 23/03/2026 ના રોજ 24 કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ચાણસ્મા તાલુકાના ઝીલાયા ગામે બનેલી ઘટનાના પગલે લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશો જિલ્લામાં 23/03/2026 ના 00:00 થી 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, સભા ભરવા અથવા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

ઝીલાયા ગામની ઘટનાના વિરોધમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આંદોલનની ચીમકી આપી હતી અને વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જોકે સરકારી ફરજ, લગ્ન પ્રસંગો અને સ્મશાન યાત્રા માટે પૂર્વ મંજૂરી સાથે છૂટછાટ આપવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande