વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટીએ ડુંગરા ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
વલસાડ, 23 માર્ચ (હિ.સ.) : નવીનતા અને પ્રેક્ટિકલ લર્નિંગને જોડવાના ઉદ્દેશ સાથે વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટીએ શનિવારે વાપીના ડુંગરા ખાતે હાઇ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન સ્ટેશન)ની ખાસ મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાતમાં સભ્યો અને તેમના પરિવારજનો
Valsad


વલસાડ, 23 માર્ચ (હિ.સ.) : નવીનતા અને પ્રેક્ટિકલ લર્નિંગને જોડવાના ઉદ્દેશ સાથે વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટીએ શનિવારે વાપીના ડુંગરા ખાતે હાઇ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન સ્ટેશન)ની ખાસ મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાતમાં સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનારાઓએ ભારતના મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ વિશે નજીકથી જાણકારી મેળવી તેમજ ભીલાડ ખાતે આવેલ આ કોરિડોરના એકમાત્ર ટનલ વિશે પણ સમજ મેળવી હતી. આ દરમિયાન આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ અને ભવિષ્યના પરિવહન વિશે માહિતી મેળવી હતી.

આ સત્રનું આયોજન માસના હોસ્ટ મનીષ જૈન દ્વારા કરવામાં આવ્યું અને પ્રોગ્રામ ચેર એન્જિ. પાર્થિવ મહેતાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ મુલાકાતમાં ભાગ લેનારાઓમાં નવી પેઢીના પરિવહન વિશે જાગૃતિ વધારી અને દેશના મોટા પાયે ટેક્નોલોજીકલ વિકાસથી પ્રેરણા આપી હતી. સાથે સાથે આ પ્રસંગે કમ્યુનિટી બોન્ડિંગ અને શીખવાની ઉત્તમ તક પણ મળી હતી.

માત્ર વાપી સ્ટાર્ટઅપ (SUV)ના સભ્યો અને તેમના પરિવાર માટે આયોજન કરાયેલો આ કાર્યક્રમ કમ્યુનિટીની નવીનતા, જિજ્ઞાસા અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્ટાર્ટઅપ વાપી કમ્યુનિટી વાપીમાં ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સ માટે શીખવા અને આગળ વધવા માટે સારી તકો ઉભી કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande