સુરત મહાનગરપાલિકા ચૂંટણી: 30 વોર્ડની મતદાર યાદી આજે જાહેર
સુરત, 23 માર્ચ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ 11 માર્ચે પૂર્ણ થયા બાદ ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. તંત્ર દ્વારા આજે 23 માર્ચે શહેરના 30 વોર્ડની મતદાર યાદી જાહેર કરવામાં આવશે. મ્યુનિસિપલ ચૂંટણી શાખાએ અંદાજે 24.72 લાખ મતદાર
30 વોર્ડની મતદાર યાદી આજે જાહેર


સુરત, 23 માર્ચ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ 11 માર્ચે પૂર્ણ થયા બાદ ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. તંત્ર દ્વારા આજે 23 માર્ચે શહેરના 30 વોર્ડની મતદાર યાદી જાહેર કરવામાં આવશે. મ્યુનિસિપલ ચૂંટણી શાખાએ અંદાજે 24.72 લાખ મતદારોની યાદી તૈયાર કરી છે. આ માટે 20 અધિકારીઓની ટીમે વિધાનસભાની મતદાર યાદીના આધારે વોર્ડવાઈઝ નવી યાદી બનાવી છે.

તંત્રએ જણાવ્યું છે કે જો કોઈનું નામ આ યાદીમાં ન હોય તો ગભરાવાની જરૂર નથી. જરૂરી પુરાવા સાથે મ્યુનિસિપલ ઇલેક્શન વિભાગમાં અરજી કરીને નામ ઉમેરાવી શકાય છે. મતદાર યાદી શહેરના 40 સ્થળોએ, જેમાં તાપી ભવન અને તમામ વોર્ડ ઓફિસોનો સમાવેશ થાય છે, ત્યાં ચકાસી શકાશે. ચૂંટણી નજીક આવતા શહેરના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષોએ તૈયારી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande