
ગીર સોમનાથ, 23 માર્ચ (હિ.સ.) : જુનાગઢ આઇ.જી કચેરી ખાતે જુનાગઢ જિલ્લાના નવનિયુક્ત જુનાગઢ રેન્જ ડી.આઈ.જી રાજેન્દ્રસિંહ ચુડાસમાનું અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા દ્વારા પુષ્પગુછ અર્પણ કરી સાથે સાલ ઓઢાડીને મોમેન્ટ આપીને શુભકામના પાઠવેલ અને પોરબંદર થી લઈને ઉના સુધીના સમગ્ર માછીમારો તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ વતી પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ત્રણેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગણી કરી હતી. આ પ્રસંગ ખારવા સમાજના અધ્યક્ષ ખીમજીભાઇ કુહાડા, ઉપ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઇ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાન કિશોરભાઈ ગોહેલ, સોશિયલ મીડિયા પ્રકાશ માલમડી, સહીત ઉપસ્થિત રહેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ