નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.
પોરબંદર, 25 માર્ચ (હિ.સ.)પોરબંદર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબા સરવૈયાના અધ્યક્ષ સ્થાને આગામી માધવપુર ઘેડ મેળો- 2026 ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબ
નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.


નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.


નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.


નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.


પોરબંદર, 25 માર્ચ (હિ.સ.)પોરબંદર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબા સરવૈયાના અધ્યક્ષ સ્થાને આગામી માધવપુર ઘેડ મેળો- 2026 ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબા સરવૈયાએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલા કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મેળા દરમિયાન આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે સુરક્ષા વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભીડ નિયંત્રણના આયોજન પર ભાર મૂક્યો હતો. વધુમાં, માર્ગ વ્યવસ્થાપન અંતર્ગત સ્ટોલ ફાળવણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મેળાના સુવ્યવસ્થિત સંચાલન માટે વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અને સમગ્ર મેળા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતોને પણ બેઠકમાં આવરી લેવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સમિતિના સભ્યોને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.

નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે, માધવપુરનો મેળો એ આપણી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક હોવાથી યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે અને મેળો નિર્વિઘ્ને સંપન્ન થાય તે તંત્રની પ્રાથમિકતા રહેશે.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, ડીવાયએસપી સુરજીત મહેડુ, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા, સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande