
ગીર સોમનાથ 26 માર્ચ (હિ.સ.) જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જની વેરાવળ રાઉન્ડના વેરાવળ બીટના કાર્યવિસ્તારમાં આવતા રામપરા ગામના ખેડૂત રાઠોડ સરમણ ભાઈ લખમણ ભાઈ ની માલિકીના કુવામાં વન્યપ્રાણી સિંહબાળ ઉ .વ. 0 થી 1 અકસ્માતે પડી જતા સ્ટાફને જાણ થતા તાત્કાલિક સ્થળ પર જઈને કૂવામાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુની કામગીરીવનપાલ,વનરક્ષકો,લેબર /ટ્રેકર દ્વારા કરવામાં આવી .ત્યારબાદ આ સિંહબાળ ને સારવાર અર્થે એનિમલ હોસ્પિટલ માં મોકલવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ