લાઠી તાલુકાના જરખીયા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો, મકાનમાંથી રૂ.1.66 લાખની મત્તાની ચોરી
અમરેલી, 26 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. રાત્રિના સમયે ખેડૂતના મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર શખ્સો એ રોકડ રકમ અને મૂર્તિ સહિત કુલ રૂ. ૧,૬૬,૦૦૦ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં પંથકમાં ફફડાટ વ્યાપી
તરખાટ કળા કરી ગયા  મકાનમાંથી રૂ. ૧.૬૬ લાખની મત્તાની ચોરી


અમરેલી, 26 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. રાત્રિના સમયે ખેડૂતના મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર શખ્સો એ રોકડ રકમ અને મૂર્તિ સહિત કુલ રૂ. ૧,૬૬,૦૦૦ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જરખીયા ગામે રહેતા ખેતીકામ કરતા ગોરધનભાઇ ખોડાભાઇ આસોદરીયા (ઉ.વ. ૬૦) ના મકાનમાં ચોરીની ઘટના બની હતી. કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાં રાખેલ રૂ. ૧,૪૧,૦૦૦ની રોકડ રકમ તેમજ રામ-લક્ષ્મણ-જાનકીની જર્મન સિલ્વરની મૂર્તિ (કિંમત રૂ. ૫,૦૦૦) ચોરી ગયો હતો.

તસ્કરોએ માત્ર ગોરધનભાઇના ઘરે જ નહીં, પરંતુ બાજુ ના ઘરેથી પણ રૂ. ૨૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી હતી. આમ, કુલ મળીને રૂ. ૧,૬૬,૦૦૦ની માલમત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.આ અંગે ગોરધનભાઇએ લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande