મિશન લાઈફ અંતર્ગત અમરેલી ખાતે સાઇકલોથોન યોજાઈ
અમરેલી, 26 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા તેમજ Mission LiFE અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અંતર્ગત સાઇ
મિશન લાઈફ અંતર્ગત અમરેલી ખાતે સાઇકલોથોન યોજાઈ


અમરેલી, 26 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા તેમજ Mission LiFE અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અંતર્ગત સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોડલ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), જિલ્લા પંચાયત અમરેલીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ સંકુલ, ચિત્તલ રોડ, અમરેલી ખાતેથી ૦૫ કિ.મી. સાઇકલોથોન યોજાઈ હતી.

આ સાઇકલોથોનમાં અમરેલી શહેરના નાગરિકો, એનજીઓના પ્રતિનિધિઓ, DLSS ના ખેલાડીઓ તેમજ વિવિધ ક્ષેત્રના કોચ, ટ્રેનર સહિત અંદાજે ૨૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સાઇકલ જેવી પર્યાવરણમૈત્રી પરિવહન પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો હતો. તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande