અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં દુર્ઘટના: લોખંડનો પાઇપ પડતા શ્રમિકનું મોત.
ભાવનગર, 25 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લાના અલંગ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શીપ બ્રેકિંગ યાર્ડમાં એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, યાર્ડના પ્લોટ નંબર 114 પર જહાજ તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો ભારે પાઇપ નીચે પડ્ય
અકસ્માત


ભાવનગર, 25 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લાના અલંગ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શીપ બ્રેકિંગ યાર્ડમાં એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, યાર્ડના પ્લોટ નંબર 114 પર જહાજ તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો ભારે પાઇપ નીચે પડ્યો હતો.

આ દુર્ઘટનામાં એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ બાદ યાર્ડ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને અન્ય શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતા જ સંબંધિત અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃત શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે, આ અંગે સચોટ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવા અકસ્માતોની ઘટના ક્યારેક સામે આવતી રહે છે, સલામતીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી બની ગયું છે.પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande