ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર,19 સભ્યોનો સમાવેશ
- સીએમ થી લઈ પૂર્વ મંત્રીઓનો સમાવેશ,પાટીલ સહિત ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન ગાંધીનગર,25 માર્ચ (હિ.સ.) ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા
ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર,19 સભ્યોનો સમાવેશ


- સીએમ થી લઈ પૂર્વ મંત્રીઓનો સમાવેશ,પાટીલ સહિત ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન

ગાંધીનગર,25 માર્ચ (હિ.સ.) ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ભાજપ ગુજરાત દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ ચૂંટણી પહેલા સંગઠનને એકજૂટ અને સશક્ત બનાવવા પર ભાર મૂકી રહી છે.

સમિતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને જિલ્લા સ્તરના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેથી દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ મળી રહે. ખાસ કરીને મહિલા અને અનુસૂચિત જાતિના નેતાઓને પણ સમિતિમાં સામેલ કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ જોડવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના અનુભવી રાજકીય ચહેરાઓનો સમાવેશ થાય છે.

આ પગલું ચૂંટણી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભાજપ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી રણનીતિ સુધી તમામ નિર્ણયો આ સમિતિ દ્વારા લેવામાં આવશે.ભાજપે ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ ગોઠવણબદ્ધ અને અસરકારક બનાવવા માટે મોટું રાજકીય પગલું ભર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande