ભાવનગર રેલવે મંડળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહનું આયોજન
ભાવનગર 25 માર્ચ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તા. 24 માર્ચ 2026ના રોજ રેલવે કોમ્યુનિટી હોલ, ભાવનગર પરા ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિને
ભાવનગર રેલવે મંડળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે


ભાવનગર 25 માર્ચ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તા. 24 માર્ચ 2026ના રોજ રેલવે કોમ્યુનિટી હોલ, ભાવનગર પરા ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા તથા અન્ય માનનીય અતિથિઓ દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો હતો.

આ અવસરે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું, જેમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શાલિની વર્મા, સચિવ માયા ત્રિપાઠી તેમજ વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (Sr. DCM) અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન સ્વાગત ભાષણ તથા પ્રસંગોપાત ઉદ્બોધનો આપવામાં આવ્યા હતા, તેમજ નારીના મહત્વને ઉજાગર કરતું એક ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે રેલવે કર્મચારીઓની પુત્રીઓને વિવિધ ક્ષેત્રોમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત પોસ્ટર/ડ્રોઇંગ અને સ્લોગન જેવી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મંડળ કચેરીમાં કાર્યરત મહિલા સંવિધા કર્મચારીઓને પણ સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા, જે મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ મહિલાઓની ભૂમિકા, તેમની સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો તેમજ મહિલા સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અંતે આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande