કેબિનેટ મંત્રીના હસ્તે પોરબંદરમાં રૂ.14.73 કરોડથી વધુના ગ્રામ્ય રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત કરાયા
પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને પરિવહન ક્ષેત્રે કરવામાં આવતા ગુણવત્તાસભર વિકાસકાર્યોના પરિણામે રોડ-રસ્તાઓ વધુ સુવિધાસભર, સુરક્ષિત અને આધુનિક બની રહ્યા છે. જેના કારણે નાગરિકોના દૈનિક જીવનમાં સહેલાઈ વધવા સાથે રાજ્યના સર્વાંગી
કેબિનેટ મંત્રીના હસ્તે રૂ.14.73 કરોડથી  વધુંના ગ્રામ્ય રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત કરાયા.


કેબિનેટ મંત્રીના હસ્તે રૂ.14.73 કરોડથી  વધુંના ગ્રામ્ય રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત કરાયા.


કેબિનેટ મંત્રીના હસ્તે રૂ.14.73 કરોડથી  વધુંના ગ્રામ્ય રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત કરાયા.


કેબિનેટ મંત્રીના હસ્તે રૂ.14.73 કરોડથી  વધુંના ગ્રામ્ય રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત કરાયા.


પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને પરિવહન ક્ષેત્રે કરવામાં આવતા ગુણવત્તાસભર વિકાસકાર્યોના પરિણામે રોડ-રસ્તાઓ વધુ સુવિધાસભર, સુરક્ષિત અને આધુનિક બની રહ્યા છે. જેના કારણે નાગરિકોના દૈનિક જીવનમાં સહેલાઈ વધવા સાથે રાજ્યના સર્વાંગી વિકાસને નવી ગતિ મળી રહી છે.

આ પરિપ્રેક્ષમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર વિધાનસભા વિસ્તારના બખરલા, નટવરનગર, અડવાણા, હાથીયાણી અને મોઢવાડા ગામો ખાતે પાંચ ગામોમાં રુ.14.73 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ ગ્રામ્ય માર્ગો બનાવવાના કામો થયા છે તેમજ જિલ્લામાં બાકી રહેલા સિંચાઈ સંબંધિત તળાવો, વેકરા અને ચેકડેમ જેવા કામોને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અને બરડા વિસ્તારના સિંચાઈના કામો માટે બરડા ઘેડ યોજના હેઠળ રૂ. 350 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જિલ્લાના વિકાસ કામોની વાત કરતા જણાવ્યું કે તાજેતરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ.415 કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં પણ વિકાસની ગતિ યથાવત્ રહેશે તેમ તેમણે ઉમેર્યું. તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પોરબંદર વિધાનસભા વિસ્તારમાં કુલ 117 ગ્રામ્ય રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. સરકારની ખેડૂત હિતલક્ષી નીતિની વાત કરતા જણાવ્યું કે કુદરતી આફતોના સમયમાં સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે સાથે રસ્તાના કામો ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોને સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.

કેબિનેટ મંત્રીના હસ્તે બરડા વિસ્તારના ઝર સિમશાળા, બખરલા ખાતે રુ.2.44 કરોડથી વધુના ખર્ચ તૈયાર થનાર જુના ચાંમુડા માતાજીના મંદિ૨થી આદિત્યાણા, કાટવાણા સુધીના ડામર રસ્તાનું ખાતમુહર્ત,ગાત્રાળ માતાજીના મંદિર, નટવરનગર ખાતે રુ.66 લાખથી વધુના ખર્ચે નટવ૨ પાટીયાથી હાથલા રસ્તાનું ખાતમુહર્ત,બસ સ્ટોપ, અડવાણા ખાતે રુ.6.41 કરોડના ખર્ચે અડવાણા, ભેટકડી, ગોરાણા જતા રસ્તાનું ખાતમુહર્ત,મોઢવાડા ખાતે રુ.3.13 કરોડ ખર્ચે સમસુરધારથી શીશલી તરફ જતા રસ્તાનું ખાતમુહર્ત અને હાથીયાણી ખાતે રુ.2.09 કરોડના ખર્ચે હાથીયાણી વડાળા જતા રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.અને વિસાવાડા ખાતે રાજી સતિઆઈના મંદિરે સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ખાતમુહુર્ત કાર્યક્રમો દરમિયાન મહામંત્રી સર્વ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગઠીયા, જિલ્લના માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર પિયુષ સિંગરખીયા, અગ્રણી સર્વ અશોક મોઢા,આવડા ઓડેદરા, અરસી ખુટી, વિરમ કારાવદરા, વિક્રમ ઓડેદરા, પ્રતાપ કેશવાલા સહિતનાં વિવિધ ગામોના સરપંચઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande