
પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. 27 માર્ચથી 30માર્ચ, 2026 દરમિયાન માધવપુર ઘેડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉનાળાના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળા દરમિયાન આવતા મુલાકાતીઓ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આનંદ નગરી, સાંસ્કૃતિક કાર્યક્રમ ગ્રાઉન્ડ, હેલીપેડ ગ્રાઉન્ડ તથા જનરલ પાર્કિંગ સહિત વિવિધ સ્થળોએ પીવાના શુદ્ધ ફિલ્ટર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા પરિસરમાં કુલ 11 સ્થળોએ ફિલ્ટર પાણીના સ્ટેન્ડ અને ટાંકા મુકવામાં આવ્યા છે, જેથી મેળામાં આવનારા લોકો સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મેળવી શકે. આ વ્યવસ્થા દ્વારા ઉનાળાની ગરમીમાં મુલાકાતીઓને રાહત મળે તેવો પ્રયત્ન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya