ઉનામાં 'રામનવમી' શોભાયાત્રા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ, ટ્રાફિક ડાયવર્ટ કરી વૈકલ્પીક રૂટ જાહેર કરાયો
ગીર સોમનાથ 25 માર્ચ (હિ.સ.) જિલ્લામાં આગામી તા.૨૬ માર્ચ રોજ રામનવમી તહેવારની ઉજવણી થશે. આ તહેવાર નિમિત્તે ઉના શહેર વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળવાની હોય અને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની શક્યતા જોતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ
ઉનામાં 'રામનવમી' શોભાયાત્રા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ, ટ્રાફિક ડાયવર્ટ કરી વૈકલ્પીક રૂટ જાહેર કરાયો


ગીર સોમનાથ 25 માર્ચ (હિ.સ.) જિલ્લામાં આગામી તા.૨૬ માર્ચ રોજ રામનવમી તહેવારની ઉજવણી થશે. આ તહેવાર નિમિત્તે ઉના શહેર વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળવાની હોય અને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની શક્યતા જોતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

ઉના લામધાર પાટીયા પાસેથી તેમજ ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી ઉના શહેરમાં વાહનો પ્રવેશ થતા હોય છે. રામનવમી તહેવાર સબબ નિકળનાર શોભાયાત્રા ઉના રામજી મંદિરથી શરૂ થઈ વાસાચોક, સોનીબજાર, ખાઈબજાર, માળીવાડા, મોચીવાડા, ધોબીવાડા, ભોયવાડા, માણેકચોક, વડલા ચોક, ત્રિકોણબાગ, ટાવર ચોક થઈ રામજી મંદિરે પૂર્ણ થશે.

જેના કારણે ઉના શહેરમાંથી પસાર થતા રાજય ધોરી માર્ગ ઉપરથી પસાર થતા યાત્રિકો, વાહન ચાલકો તથા અન્ય રાહદારીઓને ટ્રાફિક અડચણ/અવરોધ ઉભો ન થાય તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક ડાયવર્ટ કરી વૈકલ્પીક રૂટ તરીકે ઉના લામધાર ગામના પાટીયાથી ઉના બાયપાસ રોડ થઈ ઉના સજાવટ હોન્ડા શો-રૂમ થઈ વાહન પસાર કરવા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર ઉના લામધાર ગામના પાટિયા પાસેથી તેમજ ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી ઉના શહેરમાં થઈ રાજય ધોરી માર્ગ પર પસાર થતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરી વૈકલ્પીક રૂટ તરીકે ઉના-લામધાર ગામના પાટીયાથી ઉના બાયપાસ રોડ થઈ ઉના સજાવટ હોન્ડા શો-રૂમ થઈ પસાર કરવાનો રહેશે.

આ જાહેરનામું તા.૨૬/૦૩/૨૦૨૬ના કલાક ૧૪:૦૦ થી કલાક ૨૨:૦૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande