
- મુસ્લિમ યુવકે 9 માં ધોરણમાં ભણતી હિન્દૂ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 4 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું
- હિન્દુ સંગઠનની મહિલાઓ મેદાને ‘શાહરૂખના મોબાઈલના સીડીઆર તપાસો અનેક વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાનો ઘટસ્ફોટ થશે’
- વિદ્યાર્થીનીને સ્કુલ અને ટયુશનમાંથી ઉઠાવી વાનમાં બેસાડી શાહરૂખે મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું
- ભરૂચ પોલીસે ફરિયાદ થતા તાત્કાલિક ઝડપી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રીમાન્ડ મંજુર
ભરૂચ 25 માર્ચ (હિ.સ.) : ભરૂચ શહેરમાં ફરી એકવાર 'ધ કેરલા સ્ટોરી' જેવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષીય વિધર્મી યુવક શાહરૂખે એક સંસ્કારી ઘરની હિન્દુ વિદ્યાર્થિનીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, ધોરણ 9 થી હાલમાં ધોરણ 12 માં સગીરા આવી છે. આમ છેલ્લા 4 વર્ષથી તેનું સતત શારીરિક શોષણ કર્યું હોવાના ગંભીર આક્ષેપો તેના પરિવાર સહિત હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે.
બ્રેઈન વોશ: આરોપી શાહરૂખે યુવતીનું એવી હદે માઈન્ડ વોશ કર્યું હતું કે તે તેના ચુંગાલમાંથી બહાર નીકળી શકતી નહોતી.
પરિવારની સંડોવણી: આક્ષેપ મુજબ, શાહરૂખના પરિવારજનો પણ આ સમગ્ર કાવતરામાં તેને સાથ આપી રહ્યા હતા.
સીડીઆર (CDR) તપાસની માંગ: હિન્દુ સંગઠનના અગ્રણી દીપાલીબેન બારોટે માંગ કરી છે કે જો આરોપીના મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ થાય, તો અન્ય ઘણી વિદ્યાર્થિનીઓના નામ પણ સામે આવી શકે છે.
પોલીસે શાહરૂખ ગોહિલ સામે બળાત્કાર, છેડતી, અપહરણ તથા પોકસો તથા 450 કલમ કે જેમાં હત્યા કે બળાત્કાર કરવાનો ગુનો હોય તેવી ગંભીર પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલીક ઝડપી પાડી તેને કોર્ટમાં રજુ કરતાં ગુનામાં વપરાયેલી વાન તથા ભોગ બનનારને શાહરૂખ ગોહિલે તેના ઘરે પરીવારની હાજરીમાં તેમજ અન્ય કોના કોના ઘરે તથા કંઈ કંઈ જગ્યાએ તેણીને લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તથા કોણે મદદ કરી છે તે તમામ માહિતી મેળવવા માટે ત્રણ દિવસના રીમાન્ડ પણ મેળવવામાં સફળતા મેળવી છે.
યુવતીને ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો આરોપી
હિન્દુ સંગઠનના દીપિકાબેન શાહે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આરોપી શાહરૂખ ભોગ બનનાર યુવતીને પોતાના ઘરે લઈ જતો હતો અને ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, શાહરૂખનો પરિવાર તેને આ કૃત્યમાં સંપૂર્ણ સહકાર આપતો હતો. આ ઘટનાક્રમ જોતા તે સ્પષ્ટપણે આયોજિત કાવતરું હોવાનું જણાય છે.આ કેસની વિગતો જોતા તે 'ધ કેરલા સ્ટોરી'ની વાસ્તવિક નકલ જેવું લાગે છે. પોલીસે માત્ર શાહરૂખ જ નહીં, પણ તેને મદદ કરનારા તેના મિત્રો અને પરિવાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી સમાજમાં કાયદાનો ડર પેદા થાય. દીપિકા શાહ, હિન્દુ સંગઠન
સગીરાને એટલી માઈન્ડ વોશ કરી હતી કે ભોગ બનનારનું કલાકો સુધી કાઉન્સીગ કરવું પડયું
ભરૂચ સી.ડિવીઝન પોલીસ મથકમાં બળાત્કાર અને પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપી શાહરૂખ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હિન્દુ વિદ્યાર્થીનીનું એટલી હદે માઈન્ડ વોશ કર્યું છે કે, વિદ્યાર્થીની ગંભીર રીતે ચિંતામાં મુકાઈ હોય જેના પગલે ભરૂચ પોલીસે ભોગ બનનારનું સતત કાઉન્સીલ કરી આખરે રાત્રે 2 કલાકે એફઆઈઆર દાખલ કરી ગણતરીની મિનિટોમાં જ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે અને કોઈપણ વિદ્યાર્થીનીઓએ મુંઝાવાની જરૂર નથી તેમ સી.કે પટેલ ડીવાયએસપીએ કહયું હતું.
પોલીસ તપાસ પર નજર
હિન્દુ સંગઠનોની માંગ છે કે પોલીસ આ મામલે કોઈ પણ જાતની ઢીલાશ રાખ્યા વગર ઊંડાણપૂર્વક તપાસ કરે. આરોપીના સીડીઆર (Call Detail Record) દ્વારા તે કેટલા અન્ય લોકોના સંપર્કોમાં હતો અને તેણે અન્ય કેટલી દીકરીઓને ટાર્ગેટ કરી છે, તેની તપાસ થવી અનિવાર્ય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ