
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) : ખેરાલુ શહેર અને તાલુકા ભાજપ મંડળ દ્વારા આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ચૂંટણી કામગીરીને ગતિ આપવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી સંગઠનને બૂથ સ્તર સુધી સક્રિય બનાવવા પર ભાર મૂકાયો હતો.
બેઠકમાં જિલ્લા ઉપપ્રમુખ ડો. જે. એફ. ચૌધરી, સહ પ્રભારી માલતીબેન રામી, તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, શહેર પ્રમુખ આકાશભાઈ ગોસ્વામી, તાલુકા મહામંત્રી શક્તિભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ પ્રજાપતિ તેમજ શહેર મહામંત્રી અજયભાઈ બારોટ અને રાકેશભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને એકતા સાથે કાર્ય કરી ચૂંટણીમાં સફળતા મેળવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ મતદારો સુધી પહોંચવા માટે વિવિધ આયોજન અને રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સંગઠનની શક્તિ વધારવા અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના કારણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR