
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણા તાલુકાના પાંચોટ ગામે હનુમાનજી મંદિર હોલ ખાતે અનુસૂચિત જાતિના લોકો માટે જાગૃતિ બેઠક યોજાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન હાજર આગેવાનો દ્વારા અનુસૂચિત જાતિના હિત માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર અને આર્થિક સહાય જેવી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની સમજ આપવામાં આવી હતી. સાથે જ આ યોજનાઓની માહિતી દરેક બૂથ અને ઘર સુધી પહોંચે તે માટે સ્થાનિક સ્તરે જાગૃતિ વધારવા પર ભાર મૂકાયો હતો.
બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને તેમણે પોતાની સમસ્યાઓ તેમજ પ્રશ્નો રજૂ કર્યા હતા. આગેવાનોએ તેમના પ્રશ્નોના જવાબ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના લોકોમાં સરકારની યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવી તેમને વધુમાં વધુ લાભાર્થી બનાવવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR