રામનવમી પૂર્વે સાંકળ પોલીસનું ફ્લેગ માર્ચ: સુરક્ષા માટે કડક વ્યવસ્થા
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) આગામી રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાના સાંકળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના નેતૃત્વમાં પોલીસ કાફલાએ મુખ્ય મા
રામનવમી પૂર્વે સાંકળ પોલીસનું ફ્લેગ માર્ચ: સુરક્ષા માટે કડક વ્યવસ્થા


મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) આગામી રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાના સાંકળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના નેતૃત્વમાં પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોએ પરિસંઘણ કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરક્ષાનો માહોલ ઉભો કરવાનો હતો. પોલીસ દ્વારા સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ કરીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટરે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો કોઈ પ્રયાસ કરાશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું પણ જણાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande