મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં વધારો, 3540 બોરી નોંધાઈ
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની આવક નોંધપાત્ર રહી હતી, જેમાં ખાસ કરીને એરંડાની આવકમાં મોટો વધારો જોવા મળ્યો. આજે એરંડાની કુલ 3540 બોરી આવક નોંધાઈ હતી, જે ગયા અઠવાડિયાની સરખામણીએ લગભગ બે ગણો વધારો દર્શાવે છ
મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં વધારો, 3540 બોરી નોંધાઈ


મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની આવક નોંધપાત્ર રહી હતી, જેમાં ખાસ કરીને એરંડાની આવકમાં મોટો વધારો જોવા મળ્યો. આજે એરંડાની કુલ 3540 બોરી આવક નોંધાઈ હતી, જે ગયા અઠવાડિયાની સરખામણીએ લગભગ બે ગણો વધારો દર્શાવે છે. જોકે ભાવમાં ગઈકાલની સરખામણીએ 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે એરંડાનો ઊંચો ભાવ 1315 રૂપિયા પ્રતિ 20 કિલો અને નીચો ભાવ 1250 રૂપિયા પ્રતિ 20 કિલો રહ્યો હતો, છતાં વર્તમાન ભાવ ખેડૂતો માટે સંતોષકારક માનવામાં આવી રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં રાયડાની પણ સારી આવક નોંધાઈ હતી. આજે રાયડાની 428 બોરી આવક થઈ હતી અને તેનો ભાવ 1382 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ગઈકાલની સરખામણીએ 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવા છતાં ગયા અઠવાડિયા કરતાં આશરે 80 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગવારની આવક આજે 4 બોરી રહી હતી, જેમાં તેનો ભાવ 965 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો.

આ ઉપરાંત ઘઉં, બાજરી, અડદ, તલ અને મેથી જેવી અન્ય પેદાશોની આવક પણ સામાન્ય સ્તરે રહી હતી. ખેડૂતો અને વેપારીઓની સક્રિય હાજરીને કારણે યાર્ડમાં આજે વ્યસ્ત માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ યાર્ડના સૂત્રો મુજબ આવનારા દિવસોમાં હવામાન અને બજારની માંગ અનુસાર ભાવમાં ફેરફાર થઈ શકે છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande