રમતગમતથી ભણતર અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ: આશાબેન સથવારાનો નવતર શિક્ષણ પ્રયોગ
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામની મોદીપુર પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષિકા આશાબેન જશવંતકુમાર સથવારા પોતાના અનોખા પ્રયોગોથી ભણતરનું રૂપ બદલી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આશાબેન છેલ્લા 3 વર્ષથી
રમતગમતથી ભણતર અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ: આશાબેન સથવારાનો નવતર શિક્ષણ પ્રયોગ


રમતગમતથી ભણતર અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ: આશાબેન સથવારાનો નવતર શિક્ષણ પ્રયોગ


રમતગમતથી ભણતર અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ: આશાબેન સથવારાનો નવતર શિક્ષણ પ્રયોગ


મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામની મોદીપુર પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષિકા આશાબેન જશવંતકુમાર સથવારા પોતાના અનોખા પ્રયોગોથી ભણતરનું રૂપ બદલી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આશાબેન છેલ્લા 3 વર્ષથી આ શાળામાં સેવા આપી રહ્યા છે.

શાળામાં આવતા સમયે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ખૂબ નબળા હતા અને એબીસીડી બોલવામાં પણ ડરતા હતા. આ પરિસ્થિતિ બદલવા આશાબેને રમતાં રમતાં શીખવાડવાનો અભિગમ અપનાવ્યો. ખાસ કરીને મધ્યાહન ભોજન દરમિયાન તેઓ થાળીના પાછળ સ્પેલિંગ લખીને બાળકોને શીખવાડે છે, જેથી બાળકો આનંદ સાથે અંગ્રેજી શીખે છે.

આ ઉપરાંત “વર્ડ હન્ટર” જેવી ચુંબકીય ગેમ, ટ્રાફિક સિગ્નલ આધારિત નિબંધ ગેમ અને વિવિધ વિઝ્યુઅલ ગેમ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં રસ અને આત્મવિશ્વાસ વધ્યો છે. “સ્પેલિંગ ટ્રી” જેવી પ્રવૃત્તિઓ પણ બાળકોને આકર્ષે છે.

આ પ્રયાસોથી વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. શાળાના આચાર્ય ત્રિવેદી રાજેન્દ્રકુમાર મુજબ આ પદ્ધતિ ખૂબ અસરકારક સાબિત થઈ છે. આશાબેનને તેમની ઉત્તમ કામગીરી બદલ ચાલુ વર્ષે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande