મહેસાણા જિલ્લામાં ટીબી મુક્ત અભિયાનમાં મોટી સફળતા: 13 ગામોને ગોલ્ડ મેડલ
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.)વિશ્વ ક્ષય દિવસ 2026ના અવસરે મહેસાણા જિલ્લામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જિલ્લા આરોગ્ય તંત્ર, કલેક્ટર અને વિવિધ ટીમોના સંયુક્ત પ્રયાસોથી કુલ 600 ગ્રામ પંચાયતોમાંથી 146 પંચાયતોને સઘન તપાસ
મહેસાણા જિલ્લામાં ટીબી મુક્ત અભિયાનમાં મોટી સફળતા: 13 ગામોને ગોલ્ડ મેડલ


મહેસાણા, 25 માર્ચ (હિ.સ.)વિશ્વ ક્ષય દિવસ 2026ના અવસરે મહેસાણા જિલ્લામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જિલ્લા આરોગ્ય તંત્ર, કલેક્ટર અને વિવિધ ટીમોના સંયુક્ત પ્રયાસોથી કુલ 600 ગ્રામ પંચાયતોમાંથી 146 પંચાયતોને સઘન તપાસ અને વેરિફિકેશન બાદ સત્તાવાર રીતે ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે.

આ સિદ્ધિ અંતર્ગત 13 ગ્રામ પંચાયતોને ગોલ્ડ (સુવર્ણ), 40 પંચાયતોને સિલ્વર (રજત) અને 93 પંચાયતોને બ્રોન્ઝ (કાંસ્ય) કેટેગરીમાં સ્થાન મળ્યું છે. તાલુકાવાર જોવામાં આવે તો મહેસાણા તાલુકાની 32 પંચાયતો સૌથી વધુ સફળ રહી છે.

આ અભિયાનમાં આશા કાર્યકરો, નિશ્ચય મિત્રો અને આરોગ્ય ટીમે ગામ સ્તરે સક્રિય કેસ શોધ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દર્દીઓને નિદાન સાથે પોષણ સહાય આપવામાં આવતા સારવાર પૂર્ણ કરવામાં સહેલાઈ રહી છે, જેના પરિણામે જિલ્લામાં ટીબીના કેસોમાં ઘટાડો નોંધાયો છે.

જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટીબીના લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવી સારવાર લેવી અને જિલ્લાને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા સહયોગ આપવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande