અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ જિલ્લા પુસ્તકાલયની શૈક્ષણિક મુલાકાત લીધી
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણાની અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલની ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષકો સાથે સરકારી જિલ્લા પુસ્તકાલય, મહેસાણાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવો
અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ જિલ્લા પુસ્તકાલયની શૈક્ષણિક મુલાકાત લીધી


અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ જિલ્લા પુસ્તકાલયની શૈક્ષણિક મુલાકાત લીધી


મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણાની અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલની ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષકો સાથે સરકારી જિલ્લા પુસ્તકાલય, મહેસાણાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવો અને પુસ્તકાલયના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓને પુસ્તકાલયની વિવિધ સેવાઓ, પુસ્તકોના વિભાગો અને વાંચન વ્યવસ્થાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પુસ્તકાલયમાં ઉપલબ્ધ વિવિધ વિષયોના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સાહિત્ય અને ડિજિટલ સુવિધાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓએ વાંચનખંડની મુલાકાત લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરવાની પદ્ધતિનો અનુભવ કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું કે આવી શૈક્ષણિક મુલાકાતોથી વિદ્યાર્થીઓમાં નવી જાણકારી મેળવવાની ઉત્સુકતા વધે છે અને સ્વઅભ્યાસની પ્રેરણા મળે છે.

આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીનીઓએ પણ આ મુલાકાતને જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી ગણાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande