નેત્રંગ ખાતે રામનવમીના પવિત્ર પર્વે રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
બપોરે ભગવાનનો જન્મોત્સવ અને શોભાયાત્રા યોજાશે સમગ્ર નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાશે શોભાયાત્રા બાદ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન વિશ્ર્વશાંતિ અને જનલ્યાણ માટે શ્રી માંઈ મંડળ થકી નવચંડી મહાયજ્ઞ ચૈત્ર સુદ નોમને તા ૨૭ ના રોજ. ભરૂચ 25 મ
નેત્રંગ ખાતે રામનવમીના પવિત્ર પર્વે રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે


બપોરે ભગવાનનો જન્મોત્સવ અને શોભાયાત્રા યોજાશે

સમગ્ર નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાશે

શોભાયાત્રા બાદ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન

વિશ્ર્વશાંતિ અને જનલ્યાણ માટે શ્રી માંઈ મંડળ થકી નવચંડી મહાયજ્ઞ ચૈત્ર સુદ નોમને તા ૨૭ ના રોજ.

ભરૂચ 25 માર્ચ (હિ. સ ) આવતીકાલે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે નેત્રંગ નગર સહિત પંથકમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. નગરના પૌરાણિક રામજી મંદિર ખાતે રામલલ્લાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રામનવમીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિરના પ્રાંગણમાં રામધૂન, ભજન-કીર્તન અને સત્સંગના કાર્યક્રમોનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવશે.

નેત્રંગ નગર સહિત પંથક ભરમાં ચૈત્ર નવરાત્રીની ભકિતમય માહોલમાં ભાવિક ભકતજનો માતાજીની આરાધના કરી રહ્યા છે.ગામે ગામ માતાજીની પુજા અર્ચનાની સાથે સાથે શેરી ગરબા પણ થઈ રહ્યા છે.નેત્રંગ નગરમા ગાંધીબજાર ખાતે આવેલ અંબાજી મંદિરે,શિકોતર માતાજીના મંદિરે,કંબોડીયા ખાતે આવેલ વૈષ્ણોદેવી માતાના મંદિરે,ટીંમરોલીયા દશામાં ના મંદિરે તેમજ પૌરાણિક અને ઐતિહાસિક કડીયાડુંગર ખાતે આવેલ મંછા માતાજીના મંદિરે ભાવિકભકતજનો દશઁન માટે ઉમટી રહ્યા છે.

નગરમા ગાંધીબજાર અમરાવતી નદી કિનારે આવેલ શિકોતર માતાજીના મંદિરે તા 26 ને ગુરૂવાર ચૈત્ર સુદ આઠના રોજ સાંજના ચાર કલાકે હોમહવન માતાજીનો થશે ત્યાર બાદ છ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે. માંઈ મંડળ ગાંધીબજાર થકી તા.27 ને શુક્રવાર ચૈત્ર સુદ નોમના રોજ વિશ્ર્વ શાંતિ અને માનવ કલ્યાણ અર્થે નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે.

નગરના રાજમાર્ગો પર નીકળશે શોભાયાત્રા

બપોરે 2 કલાકે રામજી મંદિરથી પ્રભુની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા જીનબજારથી નીકળી ગાંધીબજાર, જલારામ ફળીયા, જલારામ મંદિર, જવાહરબજાર અને ચાર રસ્તા થઈને પરત રામજી મંદિરે આવશે. આ માર્ગો પર રામભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવશે.

મહાપ્રસાદનું આયોજન

શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામજી મંદિર ખાતે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામજન્મોત્સવને લઈને નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભાવિક ભક્તજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર પર્વનો લાભ લેશે તેમ જણાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande