કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન શરૂ કરવા રજૂઆત તેજ
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે અમદાવાદ-કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન સેવા તાત્કાલિક શરૂ કરવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુને લેખિત રજૂઆત
કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન શરૂ કરવા રજૂઆત તેજ


મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે અમદાવાદ-કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન સેવા તાત્કાલિક શરૂ કરવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુને લેખિત રજૂઆત કરી છે. મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તનને કારણે સપ્ટેમ્બર 2017થી આ માર્ગ પર ટ્રેન સેવા બંધ હતી, જ્યારે માર્ચ 2025માં કામ પૂર્ણ થયા બાદ હાલ માલગાડીઓ શરૂ થઈ ગઈ છે.

હાલમાં પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં મુખ્ય અડચણ CRS (Commissioner of Railway Safety) દ્વારા નિરીક્ષણ અને NOC પ્રક્રિયા બાકી હોવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે સાંસદે અગાઉ 3 સપ્ટેમ્બર 2025ના રોજ પણ રેલવે મંત્રીને રજૂઆત કરી હતી અને હવે ઉડ્ડયન મંત્રીને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા વિનંતી કરી છે.

આ રેલવે ખંડ ઔદ્યોગિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. વિસ્તારમાં મારુતિ સુઝુકી, હીરો હોન્ડા સહિત 200થી વધુ ઉદ્યોગો કાર્યરત છે, જ્યારે બહુચરાજી મંદિર ખાતે દરરોજ હજારો ભક્તો આવે છે. છેલ્લા 8 વર્ષથી ટ્રેન સેવા બંધ હોવાથી 40થી વધુ ગામોના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande