યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન' અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની સમયમર્યાદા લંબાવાઈ
ગાંધીનગર, 25 માર્ચ (હિ.સ.) ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ''MY Bharat''ના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી ડિજિટલ અભિયાન યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન'' હાલ સમગ્ર દેશમાં વેગ પકડી રહ્યું છે, ત્યારે યુવાનોનો ઉ
વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન


ગાંધીનગર, 25 માર્ચ (હિ.સ.) ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને 'MY Bharat'ના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી ડિજિટલ અભિયાન યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન' હાલ સમગ્ર દેશમાં વેગ પકડી રહ્યું છે, ત્યારે યુવાનોનો ઉત્સાહ વધારવા અને મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત MyGov પોર્ટલ પર લોગો ડિઝાઇન સ્પર્ધા 4 એપ્રિલ,સુધી તેમજ My Bharat પોર્ટલ પર ‘60 સેકન્ડ ફોર માય વિલેજ’ રીલ્સ ચેલેન્જ 5 એપ્રિલ અને ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા 7 એપ્રિલ, સુધી સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ સ્પર્ધાઓની સમયમર્યાદા અગાઉ અનુક્રમે 20,21 અને 23 માર્ચ, 2026 સુધીની નક્કી કરવામાં આવી હતી.

“વિકસિત ભારત-જી રામ જી – યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ”ના સૂત્ર સાથે શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને ગ્રામીણ વિકાસ સાથે જોડી તેમને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનાવવાનો છે. આ અભિયાન દ્વારા યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @૨૦૪૭'ના વિઝનને સાકાર કરવા માટે ગ્રામીણ સ્તરે થઈ રહેલા પરિવર્તનને સમજે અને પોતાની ડિજિટલ કુશળતા દ્વારા તેને વ્યક્ત કરે તેવો પ્રયાસ છે.

લોગો ડિઝાઇન: વિકસિત ભારત-જી રામ જી એક્ટ,2025 ના મિશનને જીવંત કરતો લોગો બનાવવાની તક.

વીડિયો ચેલેન્જ: પોતાના ગામની પ્રગતિ અને સુંદરતાને 60 સેકન્ડની રીલ દ્વારા વિશ્વ સમક્ષ મૂકવાની તક.

ક્વિઝ: ગ્રામીણ કાયદાઓ અને વિકાસલક્ષી યોજનાઓ વિશે જ્ઞાન ચકાસવાની તક.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા તમામ ઉત્સાહી યુવાનો અને નાગરિકોને આ સોનેરી તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande