અમરેલીમાં 'આપ'નું વિજય વિશ્વાસ સંમેલન: જનમેદનીએ બતાવ્યો બદલાવનો સંકેત
અમરેલી, 25 માર્ચ (હિ.સ.) : અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ અમરેલીના આંગણે પધારતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
અમરેલીમાં આપનું વિજય વિશ્વાસ સંમેલન: જનમેદનીએ બતાવ્યો બદલાવનો સંકેત


અમરેલી, 25 માર્ચ (હિ.સ.) : અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ અમરેલીના આંગણે પધારતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના આગમનને કાર્યકરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સભામાં પંજાબના મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગોપાલ ઇટલીયા,ઇસુદાન અંર રાજુભાઈ સોલંકી અને યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અમરેલી, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યાં આપ પાર્ટીની આ જંગી સભાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. હકડેઠઠ જનમેદની વચ્ચે અરવિંદ કેજરીવાલે લોકોને અભિવાદન સ્વીકાર્યું અને બદલાવ માટે અપીલ કરી હતી. સભામાં ઉમટી પડેલી જનમેદનીને જોતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. લોકો સ્વયંસ્ફૂર્ત રીતે સભા સ્થળે પહોંચતા અન્ય પાર્ટીઓમાં પણ ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande