નોબલ નગરમાં કાપડની દુકાનમાં બાળ મજૂરી કરતા 6 બાળકોને એનજીઓની ફરિયાદના આધારે મુક્ત કરાવ્યા
અમદાવાદ,25 માર્ચ (હિ.સ.) બાલ મજૂરી કરાવવી તે ગુનો છે. છતાં લોકો બાળકો પાસે મજૂરી કામ કરાવે છે આવો જ એક બનાવ નોબલ નગર વિસ્તારમાં સામે આવ્યો છે. બાળકોને રોજ 12 કલાક કામ કરાવાતું. અમદાવાદ શહેરમાં બાળ મજુરી કરાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં
નોબલ નગરમાં કાપડની દુકાનમાં બાળ મજૂરી કરતા 6 બાળકોને એનજીઓની ફરિયાદના આધારે મુક્ત કરાવ્યા


અમદાવાદ,25 માર્ચ (હિ.સ.) બાલ મજૂરી કરાવવી તે ગુનો છે. છતાં લોકો બાળકો પાસે મજૂરી કામ કરાવે છે આવો જ એક બનાવ નોબલ નગર વિસ્તારમાં સામે આવ્યો છે. બાળકોને રોજ 12 કલાક કામ કરાવાતું.

અમદાવાદ શહેરમાં બાળ મજુરી કરાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નોબલ નગર વિસ્તારમાં 14 થી 17 વર્ષના બાળકોને સિલાઈ કામ અને કાપડના મજૂરી કામ માટે મહિને પાંચથી આઠ હજાર રૂપિયામાં નોકરીએ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એનજીઓ સાથે રહી બાળ મજૂરી કરાવનારા 6 બાળકોને મુક્ત કરાવ્યા છે. સરદારનગર પોલીસે એનજીઓની ફરિયાદના આધારે બાળકોને મજૂરી કામ માટે રાખનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વેજલપુર વિસ્તારમાં રહેતા અને એસોસિએશન ફોર વોલ્યુન્ટરી એક્શન સંસ્થામાં સ્ટેટ કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા દામિની પટેલને બાતમી મળી હતી કે, નોબલનગર વિસ્તારમાં સંજયનગરમાં મહાકાલી દૂધ ઘરની બાજુમાં આવેલી દુકાનમાં કેટલાક બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓને સાથે રાખી સંસ્થા દ્વારા દુકાનમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં સરદાર નગરના નોબલ નગર વિસ્તારમાં જ રહેનારા છ જેટલા બાળકો મજૂરી કામ કરતા મળી આવ્યા હતા.

નોબલ નગરના સંજય નગરમાં રહેતા અને દુકાન માલિક રાજુ બાવરી દ્વારા બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. બાળકોની પૂછપરછ કરતા છેલ્લા બે મહિનાથી લઈ બે વર્ષ સુધીમાં સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી તેઓ નોકરી કરે છે અને બપોરે એક કલાક રિસેસ મળે છે. સિલાઈ કામ અને કાપડ કટીંગનું મજૂરી કામ કરે છે જેના પેટે તેમને મહિને 5,000થી લઈ 8,000નું મહેનતાણું આપવામાં આવતું હતું. આ સમગ્ર મામલે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે દુકાન માલિક રાજુ બાવરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande