પોરબંદર ખાતે ‘પોષણ સંગમ’ અંતર્ગત એક દિવસીય કાર્યશાળા યોજાઈ
પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : ‘પોષણ સંગમ’ કાર્યક્રમની અમલવારીને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા હેતુસર જિલ્લા પંચાયત પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકા
પોરબંદર ખાતે ‘પોષણ સંગમ’ અંતર્ગત એક દિવસીય કાર્યશાળા યોજાઈ.


પોરબંદર ખાતે ‘પોષણ સંગમ’ અંતર્ગત એક દિવસીય કાર્યશાળા યોજાઈ.


પોરબંદર ખાતે ‘પોષણ સંગમ’ અંતર્ગત એક દિવસીય કાર્યશાળા યોજાઈ.


પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : ‘પોષણ સંગમ’ કાર્યક્રમની અમલવારીને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા હેતુસર જિલ્લા પંચાયત પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારના આ લક્ષ્યાંકિત અભિયાનની સફળતા માટે ચોકસાઈપૂર્વકનું સઘન મોનિટરિંગ તેમજ ક્ષેત્રિય સ્ટાફનું ક્ષમતા વર્ધન (Capacity Building) અત્યંત જરૂરી છે. તેમણે આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વચ્ચે સંકલન અને ટીમ ભાવના મજબૂત બનાવી પોરબંદરને કુપોષણ મુક્ત બનાવવા ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી.

પ્રોગ્રામ ઓફિસર હંસાબેન બી. ટાઢાણી દ્વારા ‘પોષણ સંગમ’ કાર્યક્રમની મૂળભૂત બાબતો, અમલીકરણની પ્રક્રિયા તેમજ હાલની કામગીરી અને પ્રગતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રીમતી પૂજાબેન ઓડેદરા અને મેડિકલ ઓફિસરઓ દ્વારા ‘પોષણ સંગમ’ અંતર્ગત નિર્ધારિત ‘દસ પગલાં’ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિકાસ યોજના અધિકારીએ બ્લોક દીઠ વ્યૂહાત્મક આયોજન ઘડવા માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્ય સેવિકાઓએ પોતાના કાર્યક્ષેત્રના વિશિષ્ટ પ્રશ્નો તેમજ તેના નિરાકરણ માટેના નવતર સૂચનો રજૂ કરી કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અને આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વચ્ચેના સંકલન દ્વારા કાર્યક્રમની અમલવારી છેવાડાના કુપોષિત બાળકો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં પ્રોગ્રામ ઓફિસર (આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. ઓફિસર, એ.ડી.ઓ. તેમજ મેડિકલ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande