ચોમાસા પુર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં વૃક્ષારોપણ માટેની એડવાન્સ તૈયારીઓ ચાલુ
સુરત, 25 માર્ચ (હિ.સ.) : ચોમાસા પૂર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં એડવાન્સ વર્કની કામગીરી કરવામાં આવે છે. જેની વિગતો આપતા ઉમરપાડા રેન્જના આર.એફ.ઓ. અનિલ પટેલ જણાવે છે કે, જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં રોપાઓના વાવેતર માટે એડવાન્સ
Surat


સુરત, 25 માર્ચ (હિ.સ.) : ચોમાસા પૂર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં એડવાન્સ વર્કની કામગીરી કરવામાં આવે છે. જેની વિગતો આપતા ઉમરપાડા રેન્જના આર.એફ.ઓ. અનિલ પટેલ જણાવે છે કે, જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં રોપાઓના વાવેતર માટે એડવાન્સ વર્કની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં એલાઈમેન્ટની કામગીરી 3 બાય 3 મીટરમાં ચુના દ્વારા નિશાન કરવામાં આવે છે. ત્યારબાદ 30×30 સે.મી.ના અંતરે લાઈનદોરીમાં ખાડાઓ ખોદવામાં આવે છે જેના કારણે જમીનને સુર્ય પ્રકાશ મળી રહે તેમજ આ ખાડાઓમાં પાદડાઓ જવાથી ખાતરમાં પરિવર્તીત થાય છે. આ ઉપરાંત જમીનમાં રહેતા બિનજરૂરી બેકટેરીયા પણ નાશ પામે છે. ચોમાસાના સમય દરમિયાન ખાડાઓમાં વૃક્ષારોપણની કામગીરી સરળતાથી થઈ શકે છે. જેનાથી વૃક્ષોનો ગ્રોથ ઝડપી થાય છે ઉમરપાડામાં 180 હેકટરમાં આવી કામગીરી કરવામાં આવી રહી હોવાનું તેઓ જણાવે છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande