નવસારીમાં ગ્રીન નેટ નિયમ ભંગ બદલ ત્રણ બિલ્ડરો પર કાર્યવાહી, લાખો રૂપિયાનો દંડ
નવસારી, 25 માર્ચ (હિ.સ.): નવસારી શહેરમાં બાંધકામ સ્થળે ગ્રીન સેફ્ટી નેટ લગાવવાના નિયમનું પાલન ન કરનાર ત્રણ બિલ્ડરો સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. હવા પ્રદૂષણ ઘટાડવા અને કામદારોની સુરક્ષા માટે ગ્રીન નેટ ફરજિયાત હોવા છતાં કેટલાક સ્થળોએ તેનો
નવસારીમાં ગ્રીન નેટ નિયમ ભંગ બદલ ત્રણ બિલ્ડરો પર કાર્યવાહી, લાખો રૂપિયાનો દંડ


નવસારી, 25 માર્ચ (હિ.સ.): નવસારી શહેરમાં બાંધકામ સ્થળે ગ્રીન સેફ્ટી નેટ લગાવવાના નિયમનું પાલન ન કરનાર ત્રણ બિલ્ડરો સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. હવા પ્રદૂષણ ઘટાડવા અને કામદારોની સુરક્ષા માટે ગ્રીન નેટ ફરજિયાત હોવા છતાં કેટલાક સ્થળોએ તેનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું.

મનપાએ શહેરમાં આકસ્મિક નિરીક્ષણ દરમિયાન ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ગેરરીતિઓ પકડી કાઢી હતી. જેમાં છાપરા વિસ્તાર, લુન્સીકૂઇ નજીક પુષ્પક સોસાયટી અને જલાલપોર વિસ્તારના બાંધકામોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ નિયમોનું ઉલ્લંઘન થતા સંબંધિત બિલ્ડરોને અલગ-અલગ દંડ ફટકારવામાં આવ્યા હતા, જે મળીને અંદાજે 2.55 લાખ રૂપિયા થાય છે.

મનપાએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગ્રીન નેટ અથવા પૂરતી બેરિકેડિંગ વગર બાંધકામ ચાલુ રાખવું નિયમ વિરુદ્ધ છે. હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ ડસ્ટ કંટ્રોલ માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે અને દંડ ભર્યા બાદ તથા જરૂરી સુરક્ષા વ્યવસ્થા કર્યા પછી જ બાંધકામ આગળ વધારવાની મંજૂરી આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande