માધવપુર ઘેડ મેળામાં આવતા લોકો માટે વિવિધ રૂટ પર સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરાઈ
પોરબંદર, 26 માર્ચ (હિ.સ.)રાષ્ટ્રિય સ્તરે પ્રખ્યાત માધવપુર મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેળામાં આવતા વ
માધવપુર ઘેડ મેળામાં આવતા લોકો માટે વિવિધ રૂટ પર સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરાઈ


પોરબંદર, 26 માર્ચ (હિ.સ.)રાષ્ટ્રિય સ્તરે પ્રખ્યાત માધવપુર મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેળામાં આવતા વાહનોને સુગમ રીતે માર્ગદર્શન મળી રહે અને ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે વિવિધ દિશાઓ મુજબ પાર્કિંગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.

પોરબંદર તરફથી માધવપુર આવતાં વાહનો માટે ગણેશ ઝારા ખાતે ત્રણ અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિકનો ભાર ઓછો થશે. માંગરોળ-આંત્રોલી તરફથી આવતા વાહનોને મૂળમાધવપુર ખાતે પાર્કિંગ સુવિધા આપવામાં આવી છે, જ્યારે સરમા રોડ તરફથી આવતા વાહનો માટે માધવપુર વન વિસ્તારમાં સરમા રોડ પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ઉપરાંત મેળામાં આગમન કરનાર વીઆઈપી મહેમાનો માટે મેળા ગ્રાઉન્ડ નજીક પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા મેળામાં ટ્રાફિક નિયંત્રણ અવરજવર સરળ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande