ચંદ્રુમાણા ગામે જોગણી માતાની ખપ્પર સગડી જ્યોત યાત્રા ભક્તિભાવથી યોજાઈ.
પાટણ, 27 માર્ચ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર સુદ આઠમની રાત્રે શ્રી જોગણી માતાની પરંપરાગત ખપ્પર સગડી જ્યોત યાત્રા ભક્તિભાવથી યોજાઈ હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને બહારગામથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

યાત્રાનો પ્રારંભ શ્રી હિંગળાજ માતાના મંદિરે પૂજા સાથે થયો હતો, જ્યાં હિંગળાજ ઠાકોર દ્વારા વિધિવત આરાધના કરવામાં આવી. ત્યારબાદ ઢોલ-નગારાના નાદ વચ્ચે સગડી જ્યોત સાથે યાત્રા ગામમાં ફરી અને વિવિધ માર્ગો તથા દેવસ્થાનો પર જ્યોત ફેરવવામાં આવી.

અંતે યાત્રા જોગણી માતાના મંદિરે પહોંચી વિસર્જન સાથે પૂર્ણ થઈ. વર્ષોથી ચાલતી આ પરંપરા હવે હિંગળાજ ઠાકોર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે અને પ્રસંગે ભક્તોને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande