જુના મોઝદામાં પીએમ કુસુમ યોજના હેઠળ 62 કરોડના ખર્ચે સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ
-ડીજીવીસીએલ દ્વારા નિર્મિત પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના 1500થી વધુ ખેડૂતોને લાભ થશે -વનવિભાગની ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે ચેક પોસ્ટના નવીનીકરણનું પ્રવીણ માળીના હસ્તે લોકાર્પણ કરાયું -નાંદોદ અને ડેડિયાપાડા પંથકના વિકાસ કાર્યો અને યોજનાકીય લાભો અં
જુના મોઝદામાં પીએમ કુસુમ યોજના હેઠળ 62 કરોડના ખર્ચે સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ


જુના મોઝદામાં પીએમ કુસુમ યોજના હેઠળ 62 કરોડના ખર્ચે સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ


જુના મોઝદામાં પીએમ કુસુમ યોજના હેઠળ 62 કરોડના ખર્ચે સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ


જુના મોઝદામાં પીએમ કુસુમ યોજના હેઠળ 62 કરોડના ખર્ચે સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ


જુના મોઝદામાં પીએમ કુસુમ યોજના હેઠળ 62 કરોડના ખર્ચે સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ


-ડીજીવીસીએલ દ્વારા નિર્મિત પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના 1500થી વધુ ખેડૂતોને લાભ થશે

-વનવિભાગની ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે ચેક પોસ્ટના નવીનીકરણનું પ્રવીણ માળીના હસ્તે લોકાર્પણ કરાયું

-નાંદોદ અને ડેડિયાપાડા પંથકના વિકાસ કાર્યો અને યોજનાકીય લાભો અંગે મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું

ભરૂચ 27 માર્ચ ( હિ. સ ) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત કોમ્પોનેન્ટ-B હેઠળ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં જુના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી અને નર્મદા જિલ્લા સહ પ્રભારી મંત્રી પ્રવિણ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી પ્રવિણ માળીએ સંબોધનમાં જણાવ્યું કે, PM-KUSUM યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે રૂપિયા 5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 60 ટકા અને રાજ્ય સરકાર તરફથી 40 ટકા સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને સસ્તી અને પર્યાવરણમૈત્રી ઊર્જા તરફ દોરી જાય છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત થઈને ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

નર્મદા જિલ્લામાં ખેડૂત ઉત્કર્ષ અને ગ્રામીણ વિકાસના હેતુસર આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન ખેતી, વન વિભાગ અને વીજળી ક્ષેત્રે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરી લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવોની ગરિમામય હાજરી

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ વિશેષ હાજરી આપી વહીવટી તંત્ર તરફથી ખેડૂતોને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને પૂર્વ મંત્રી મોતીલાલ વસાવાએ ઉપસ્થિત રહી ગ્રામીણ ક્ષેત્રોના પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે સંબોધન કર્યું હતું.

ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો સમન્વય

કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓએ વન્ય સંપદાના જતન સાથે ખેડૂતોની સુરક્ષા અંગે માહિતી આપી હતી. તો બીજી તરફ, DGVCL (દક્ષિણ ગુજરાત વિજ કંપની) ના અધિકારીઓએ કૃષિ વિષયક વીજ જોડાણ અને વીજ બચત અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડા પ્રાંત અધિકારી જુહી પાંડે, પૂર્વ મંત્રી મોતિલાલ વસાવા, મામલતદાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા અને શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, વનવિભાગના અધિકારીઓ તેમજ DGVCLના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત અગ્રણીઓએ ખેડૂતોને આધુનિક ખેતી તરફ વળવા અને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande