પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શન.
પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તા. 25-03-26 થી 30/03/26 દરમ્યાન કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ કારણે આંબાના પાકમાં વાદળછાયા વાતાવરણને લીધે ભેજનું પ્રમાણ વધશે, જેના પરિણામે ભુકીછારો અને કાલવ્રણ જેવા ફૂગજન્ય રોગો ફેલાવાની
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શન.


પોરબંદર, 27 માર્ચ (હિ.સ.)હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તા. 25-03-26 થી 30/03/26 દરમ્યાન કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ કારણે આંબાના પાકમાં વાદળછાયા વાતાવરણને લીધે ભેજનું પ્રમાણ વધશે, જેના પરિણામે ભુકીછારો અને કાલવ્રણ જેવા ફૂગજન્ય રોગો ફેલાવાની શક્યતા રહે છે. સાથે સાથે મોર અને નાની કેરીઓના ખરણ તેમજ મધિયાના ઉપદ્રવમાં વધારો જોવા મળી શકે છે.પોરબંદર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને ફૂગજન્ય રોગો અને મધીયાના નિયત્રણ માટે વાતાવરણ ચોખ્ખું થયા પછી તરત પગલા લેવા આવશ્યક છે

જેના નિયત્રંણ માટે વાતાવરણ ચોખ્ખું થયા પછી તરત જ ફુગનાશક દવા જેવી કે, ટેબ્યુકોનાઝોલ + ટ્રાયફલોકિસસ્ટ્રોબિન (10 ગ્રામ/ 10 લિટર પાણી માં) અથવા હેકજાકોનાજોલ ૫% EC (10 થી 15 મીલી/10 લિટર પાણી માં) ભેળવી દવાનો છંટકાવ કરવો. જીવાત ના નિયંત્રણ માટે ઇમિડાફ્લોપ્રિડ (17.8SL 3 થી 4 મીલી/10 લિટર પાણી માં) અથવા થાયોમિથોકઝામ 25% WG (5 ગ્રામ/ 10 લિટર પાણી માં), સાથે સાથે વરસાદી વાતાવરણ ના લીધે સ્ટ્રીકર (5 મીલી/10 લિટર પાણીમાં) ખાસ ઉપયોગ કરવો.

જો મોર પર કાળી ફુગ જોવા મળે તો સ્ટ્રેપટોસાયક્લિન (1 થી 2 ગ્રામ/10 લિટર પાણી માં) છંટકાવ કરવો જેથી બેકટેરીયા થી થતા રોગો પણ અટકાવી શકાય. તથા નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો જોઇએ અને વરસાદ બાદ ડાળીઓ હલાવીને બધુ પાણી નિતારી દેવું જેથી કાળી ફુગની શક્યતાઓ ઓછી રહે, તેમજ વરસાદ બાદ NAA - પ્લાનોફિક્સ (4 એમ.એલ/ 15 લિટર પાણીમાં) નો છંટકાવ કરવો જેથી ફળનું ખરણ પણ અટકાવી શકાય. પ્રાક્રુતિક ખેતી કરતા ખેડુતો માટે ફુગજન્મ રોગો માટે ખાટી છાસનો (3-4લીટર/15 લિટર પાણીમાં) અને જીવાત માટે નિમાસ્ત્ર (3-4 લીટર/15 લીટર પાણીમાં)નો ઉપયોગ કરવો જોઇએ.

શાકભાજીના પાકોમાં મરચીમાં મુળનો કોહવારો આવવાની શક્યતાઓ રહેલી છે જેના માટે મેટાલેક્ષીલ + મેન્કોઝેબ (30 ગ્રામ/ 15 લીટર પાણીમાં) ભેળવીને છોડના થડ પાસે આપવું તેમજ નવી ફેર રોપણી માટે હ્યુમિક એસિડ નો ઉપયોગ કરવો. રીંગણમાં ફળ અને ડોકા કોરી ખાનાર ઇયળ માટે સ્પિનોસાડ (7 મીલી/10 લિટર પાણી માં) અથવા ફલોરાન્ટ્રાનીલીપ્રોલ (4 મીલી/ 10 લિટર પાણી માં) અને ફુગ માટે એઝોકિસ્ટ્રોબિન + ટેબ્યુકોનાઝોલ દવાનો છંટકાવ ભલામણ પણ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande