
જામનગર, 26 માર્ચ (હિ.સ.) : ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો માટે ઓનલાઇન અરજીઓ કરવા ખુલ્લું મૂકવામાં આવશે.
ચાલુ વર્ષે આઈ.ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલા ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર મારફત OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા જામનગર જિલ્લાના ખેડૂતોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી/અરજી કરવા તમામ ખેડૂતોને મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ જામનગરની યાદીમાં જણાવવામા આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt