અમદાવાદમાં શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ
- ત્રીજા માળની આગ ચોથા સુધી પહોંચી, 15 માળમાં ધુમાડો જ ધુમાડો - ફાયરની 12 જેટલી ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો અમદાવાદ,26 માર્ચ (હિ.સ.) ઉનાળામાં રોજબરોજ આગ લાગવાના બનાવો બને છે આજે પણ અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી
અમદાવાદમાં શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ


- ત્રીજા માળની આગ ચોથા સુધી પહોંચી, 15 માળમાં ધુમાડો જ ધુમાડો

- ફાયરની 12 જેટલી ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ,26 માર્ચ (હિ.સ.) ઉનાળામાં રોજબરોજ આગ લાગવાના બનાવો બને છે આજે પણ અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ફ્લેટના સી બ્લોકના ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે.

અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી હાલમાં આગને કાબૂમાં લઈ લીધી છે. ભીષણ આગને પગલે 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા.. ત્રીજા માળથી લઈ છઠ્ઠા માળ સુધી આગની અસર જોવા મળી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બે થી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે.

આગ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જે વિકરાળ બની ગઈ હતી અને ધીમે ધીમે ચોથા માળના મકાનમાં પણ લાગી ગઈ હતી. આખા મકાનમાં આગ લાગી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધીમે-ધીમે આગ ચોથા માળના ઉપરના ભાગે પણ લાગી ગઈ હતી, જેથી ચોથા માળના મકાનના રહેવાસી ઘરની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એ.કે.ડોંગરેના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લીધી છે.

સી બ્લોકમાં ત્રીજા અને ચોથા માળના એક-એક મકાન એટલે કુલ બે જેટલા ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી.

સૌપ્રથમ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જેના માટે સિક્યુરિટી ગાર્ડને જાણ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડ તરત જ દોડીને ત્રીજા માળ ઉપર પહોંચી ગયો હતો અને જે ચાર લોકો મકાનમાં હતા, તેમને તરત જ બહાર કાઢી લીધા હતા. ધુમાડો ખૂબ જ વધી જતા લોકોમાં પણ ભય ફેલાયો હતો અને તાત્કાલિક લોકો નીચે ઉતર્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા ઉપર રહેલા તમામ લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. સમય સૂચકતા રહેતા તમામ લોકો નીચે ઉતરી ગયા હતા અને કોઈપણ વ્યક્તિ અત્યારે બિલ્ડિંગમાં ફસાયેલ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande