નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ અટકાવવા અંગેના પગલા લેવા બાગાયતદારોને સૂચન, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ નિમાસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો
નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ અટકાવવા અંગેના પગલા
નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ અટકાવવા અંગેના પગલા લેવા બાગાયતદારોને સૂચન, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ નિમાસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો


ગીર સોમનાથ 26 માર્ચ (હિ.સ.) જિલ્લામાં હાલ નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે છે. નાયબ બાગાયત નિયામકની કચેરી ગીર સોમનાથ દ્વારા નાળિયેરી પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને સફેદ માખીનો ઉપદ્રવ અટકાવવા અંગેના પગલા લેવા સૂચન કરવામાં આવ્યાં છે.

આ ઉપદ્રવ અટકાવવા માટે બગીચામાં અવારનવાર સફેદ માખીના ઉપદ્રવ માટે અવલોકન /મોજણી કરતા રહેવું. સફેદ માખીના ઉપદ્રવને મોનિટર કરવા માટે ૧૫ (યલો સ્ટીકી ટ્રેપ) પીળા ચીકણા ટ્રેપ પ્રતિ હેકટર મુજબ લગાવી શકાય.

પાણી સાથે સ્ટીકર મિક્સ કરી પ્રેશરથી પાન નીચે સ્પ્રે કરી પાનને ધોઈ શકાય, દર પંદર થી વીસ દિવસે આ પદ્ધતિ અનુસરવી. વધારે પ્રમાણમાં પિયત અને નાઇટ્રોજન યુક્ત ખાતર આપવું નહિ અને ખેડૂતો દ્વારા પેસ્ટીસાઈડ હોલીડે રાખી શકાય જેથી મધમાખીની કાર્ય ક્ષમતા વધારી શકાય અને આ સફેદ માખીની કેમિકલ દવાઓ સાથે પ્રતિકારક શક્તિ વધે નહિ સાથે સાથે દાળિયા અને અન્ય પરભક્ષી કીટકોને બચાવી શકાય.

જો માખીઓનો વધારે ઉપદ્રવ હોય તો નીમ ઓઇલ ૦.૫% નો છંટકાવ કરી શકાય. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો નિમાસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્રનો ઊપયોગ કરી શકે. તેમજ વધુ માહિતી માટે બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામકની કચેરી, વેરાવળનો સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande