રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડોદ ગામની પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ વિશ્રામ કર્યો
- વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કરતા રાજ્યપાલ અમદાવાદ, 26 માર્ચ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડોદ ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડોદ ગામની પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ વિશ્રામ કર્યો


- વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કરતા રાજ્યપાલ

અમદાવાદ, 26 માર્ચ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડોદ ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો.

રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, નિયમિત રીતે યોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયમ પણ કર્યા હતા. જેમાં કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા તેમજ ભ્રામરી પ્રાણાયમ કરવામાં આવ્યા હતા.

વધુમાં, ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સમગ્ર યોગાભ્યાસને શાંતિપૂર્ણ રીતે વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાની સલાહ આપી હતી. સાથે સાથે જીવનમાં શિસ્ત, મહેનત અને સકારાત્મક વિચારધારાને અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્ય, ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande