ભારતીય વાયુસેના દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને પ્રતિષ્ઠિત 'Commendation' મેડલ એનાયત
જામનગર, 26 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત ''Commendation'' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં વાય
કલેકટર ને મેડલ


જામનગર, 26 માર્ચ (હિ.સ.) :

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત 'Commendation' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે તેમને આ મેડલ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જામનગર એરફોર્સ બેઝ એ દેશનો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો બેઝ છે અને કલેક્ટર તરીકે કેતન ઠક્કરે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કરી વહીવટી પ્રક્રિયાઓને વેગ આપ્યો છે.ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ કાર્યોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી સમયસરની મદદ, સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં આવતા વહીવટી અવરોધોનું નિવારણ અને સુરક્ષા સંબંધી બાબતોમાં તેમના સચોટ આયોજન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કલેક્ટરને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande