
જામનગર, 26 માર્ચ (હિ.સ.) : નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા દિવસે, એટલે કે તા.૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ જાહેર રજામાં પણ જામનગર જિલ્લા તિજોરી કચેરી તેમજ સરકારી નાણાકીય વ્યવહાર કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને તે હેઠળની લગત શાખાઓ મોડી રાત સુધી કાર્યરત રહેશે.
નાણાકીય વર્ષના છેલ્લા દિવસે સરકારી નાણાકીય વ્યવહાર વગેરેના ક્લિયરન્સ સહિતની કામગીરી સરળતાથી સંપન્ન થાય, ગ્રાન્ટ લેપ્સ જવા સહિતના પ્રશ્નો ન ઉદ્ભાવે તેમજ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ફાળવાયેલ નાણાંનો યોગ્ય સમયમર્યાદામાં વિકાસ કામો માટે ઉપયોગ કરી શકાય તે માટે જામનગરની જિલ્લા તિજોરી કચેરી, તાલુકાઓનીની પેટા તિજોરી કચેરીઓ તેમજ સરકારી નાણાકીય વ્યવહાર ધરાવતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને તેની લગત શાખાઓ મોડે સુધી ખુલ્લી રાખવાનો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા હુકમ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt