ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 26 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે બુધવારે રાત્રે શ્રી ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન નાગજીભાઈ ડાહયાજીના પરિવારે કર્યું હતું, જેમાં વિવિધ ગામોના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ
ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 26 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે બુધવારે રાત્રે શ્રી ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન નાગજીભાઈ ડાહયાજીના પરિવારે કર્યું હતું, જેમાં વિવિધ ગામોના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા.

ડેરીવાસમાં ઠાકોર પરિવાર દ્વારા શ્રી બ્રહ્માણી માતા, શ્રી મેલડી માતા, શ્રી ગોગા મહારાજ અને શ્રી ઝાપડા દાદાના મંદિરો નિર્માણ કરવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ભુવાજીઓએ વિવિધ દેવતાઓનું આવાહન કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત ઠાકોર સમાજના ભક્તોને સુખ-શાંતિ અને કુશળક્ષેમના આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે બ્રહ્માણી માતાના રમેશજી અને ગાંડાજી, મેલડી માતાના નરસિંહજી, ગોગા મહારાજના વજેસંગજી તેમજ વિહત માતાના દિનેશભાઈ ખટાણા સહિત અનેક ભુવાજીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજમાન પરિવારે બહારગામથી આવેલા મહેમાનોનું સન્માન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande