મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપની બેઠક યોજાઈ
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે શહેરના ગેલેક્સી વિસ્તારમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના આગ
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપની બેઠક યોજાઈ


મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે શહેરના ગેલેક્સી વિસ્તારમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ બેઠકનો મુખ્ય હેતુ આવનારી ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને મજબૂત સમર્થન મળી રહે તે માટે વ્યૂહરચના બનાવવાનો હતો. પાર્ટી દ્વારા હજુ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત બાકી હોવા છતાં, આગોતરા આયોજન અને કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બેઠક દરમિયાન પક્ષના નેતાઓએ કાર્યકરોને એકતા સાથે કાર્ય કરવા અને પક્ષની નીતિઓ તથા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. સાથે જ ચૂંટણી દરમિયાન બૂથ સ્તરે મજબૂત કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્થાનિક કાર્યકરોમાં પણ આવનારી ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા યોજાયેલી આ બેઠકને ચૂંટણી પૂર્વેની મહત્વપૂર્ણ તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande