કમોસમી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોને સાવચેતી રાખવા કૃષિ વિભાગની અપીલ
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આગામી 29 અને 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા વચ્ચે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ
કમોસમી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોને સાવચેતી રાખવા કૃષિ વિભાગની અપીલ


મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આગામી 29 અને 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા વચ્ચે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ સંજોગોમાં ખેડૂતોને ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો ન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. પાકને સલામત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવું જોઈએ. સાથે જ ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી પાણી પ્રવેશતા અટકાવવું જરૂરી છે.

વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા સલાહ આપવામાં આવી છે. ખાતર અને બિયારણનો જથ્થો પણ સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત રાખવો જોઈએ. એ.પી.એમ.સી.માં આવનાર ખેડૂતોએ પણ અનાજને શેડ હેઠળ રાખવા અથવા ઢાંકી દેવા જણાવ્યું છે.

વધુ માર્ગદર્શન માટે ખેડૂતોએ કિસાન કોલ સેન્ટર 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે. કૃષિ વિભાગે ખેડૂતોને આગોતરા આયોજન કરી નુકસાન ટાળવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande