કમાણા ગામની મહિલાઓની અનોખી પહેલ: હર્બલ પ્રોડક્ટથી આત્મનિર્ભરતા તરફ પગલું
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામમાં મહિલાઓ આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહી છે. પટેલ દીપીકાબેન નરેન્દ્રસિંહ ઠાકોર અને સોનલબેન જગદીશભાઈ ઠાકોરે ઘરઆંગણે હર્બલ પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી આજે પોતાન
કમાણા ગામની મહિલાઓની અનોખી પહેલ: હર્બલ પ્રોડક્ટથી આત્મનિર્ભરતા તરફ પગલું


કમાણા ગામની મહિલાઓની અનોખી પહેલ: હર્બલ પ્રોડક્ટથી આત્મનિર્ભરતા તરફ પગલું


મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામમાં મહિલાઓ આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહી છે. પટેલ દીપીકાબેન નરેન્દ્રસિંહ ઠાકોર અને સોનલબેન જગદીશભાઈ ઠાકોરે ઘરઆંગણે હર્બલ પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી આજે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. કાકી સાસુ અને ભત્રીજા વહુ તરીકે બંનેએ મળીને છેલ્લા 6 મહિનાથી શેમ્પુ, વાળનું તેલ, સાંધાના દુખાવાનું તેલ, ફેસવોશ અને 25થી વધુ પ્રકારના હર્બલ સાબુ તૈયાર કરી રહ્યા છે.

આ પ્રોડક્ટ્સમાં લીમડો, નિમ, કેસુડો, ચારકોલ અને વિટામિન C જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ થાય છે, જેના કારણે ગ્રાહકોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને કેસુડાના સાબુ માટે તેઓ અંબાજી વિસ્તારમાંથી ફૂલ એકત્રિત કરી સંગ્રહ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા પણ તેમને સારા ઓર્ડર મળી રહ્યા છે, જ્યારે સ્થાનિક લોકો સીધા ઘરે આવી ખરીદી કરે છે.

50થી 300 રૂપિયાના ભાવમાં ઉપલબ્ધ આ પ્રોડક્ટ્સથી તેઓ દર મહિને અંદાજે 20 થી 22 હજાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પરિવારના સહકાર અને મહેનતથી તેઓ આત્મનિર્ભર બનતા અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande