સિદ્ધપુરમાં ભગવાન રામની પાંચમી ભવ્ય શોભાયાત્રા નીકળી
પાટણ, 26 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં ગુરુવારે રામનવમીના દિવસે સાંજે 4 વાગ્યે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પાંચમી વખત યોજાઈ. યાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની છબીઓ બગીમાં બિરાજમાન હતી. ત્રણ બગીઓ, ઊંટ, નાસિક ઢોલ, પ્રસા
સિદ્ધપુરમાં ૩ બગી, ઊંટ,નાસિક ઢોલ, ડીજે સાથે રામની પંચમી શોભાયાત્રા નીકળી


સિદ્ધપુરમાં ૩ બગી, ઊંટ,નાસિક ઢોલ, ડીજે સાથે રામની પંચમી શોભાયાત્રા નીકળી


સિદ્ધપુરમાં ૩ બગી, ઊંટ,નાસિક ઢોલ, ડીજે સાથે રામની પંચમી શોભાયાત્રા નીકળી


પાટણ, 26 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં ગુરુવારે રામનવમીના દિવસે સાંજે 4 વાગ્યે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પાંચમી વખત યોજાઈ. યાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની છબીઓ બગીમાં બિરાજમાન હતી. ત્રણ બગીઓ, ઊંટ, નાસિક ઢોલ, પ્રસાદ રથ અને ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી.સંતો, યુવક મંડળો, ગરબા સેવા મંડળો અને હિંદુ સમાજના લોકો જોડાયા હતા.

યાત્રા રોકડિયા હનુમાન મંદિરથી શરૂ થઈ દેથળી ચોકડી, વિવિધ સોસાયટીઓ, અમરનાથ મહાદેવ, જય અંબે ચોકથી પસાર થઈ હતી. અંતે ફરી રોકડિયા હનુમાન મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન જય શ્રીરામના નાદ ઘૂંજી ઉઠ્યા હતા.માર્ગમાં સ્વાગત માટે વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું. શેરડીનો રસ, શરબત, તડબૂચ અને છાશનું વિતરણ કરાયું હતું. આ ગરમીના કારણે લોકોના પગ ન બળે તે માટે પાણીના ટેન્કરો દ્વારા છંટકાવ કરાયો હતો. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande