જામનગર જિલ્લાના વાહન માલિકો ઓનલાઈન અરજી કરી જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઇ શકશે
જામનગર, 26 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો ટુ વ્હીલર, ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ તેમજ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ પ્રકારના વાહનો માટેની જૂની સીરીઝમાં બાકી રહેલા સિલ્વર-ગોલ્ડન નંબર માટેની ઈ-ઓકશનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
જામનગર વાહન નંબર


જામનગર, 26 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો ટુ વ્હીલર, ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ તેમજ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ પ્રકારના વાહનો માટેની જૂની સીરીઝમાં બાકી રહેલા સિલ્વર-ગોલ્ડન નંબર માટેની ઈ-ઓકશનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ૦૧/૦૪/૨૦૨૬ થી ૦૪/૦૪/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાક સુધી, ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૦૪/૦૪/૨૦૨૬ થી ૦૬/૦૪/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાક સુધી તથા ઇ-ઓકશન નું પરિણામ ૦૬/૦૪/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે. ત્યારબાદ લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રેહશે.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રકિયા પૂણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે.

વાહન માલિક પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ના ગૂણાક માં વધારી શકશે.

ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગરનો સંપર્ક કરવાનો રેહશે.

પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-૫(પાંચ)માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફી નું રિફંડ મળશે નહિ.

ઓકશનમાં ભાગ લેનાર વાહન માલિકનાં તમામ દસ્તાવેજો ડીલર કક્ષાએ ખરાઈ કરી અપલોડ કરેલાં હોવા જોઇશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande