ગોડાદરામાં હોસ્પિટલના ત્રીજા માળેથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ
સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સારવાર હેઠળ રહેલા એક યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને જીવન સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચાવી દીધી હ
Surat


સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સારવાર હેઠળ રહેલા એક યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને જીવન સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી.

માહિતી મુજબ, ગોડાદરા ચોકડી નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં આશરે 30 વર્ષીય યુવક સારવાર લઈ રહ્યો હતો. અચાનક તે બારીમાંથી બહાર નીકળી પાળીના કિનારે પહોંચી ગયો હતો. યુવકને આ જોખમી સ્થિતિમાં જોઈ સ્ટાફ અને હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સજ્જ થઈ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. યુવકને શાંત રાખવા માટે જવાનો દ્વારા સતત વાતચીત કરવામાં આવી અને તેને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તે સુરક્ષિત છે અને તેને બચાવવામાં આવશે.

આ દરમિયાન, અન્ય ફાયર જવાનોએ યોગ્ય તક જોઈ પ્લેટફોર્મ દ્વારા બારી સુધી પહોંચી યુવકને સલામત રીતે કાબૂમાં લીધો હતો. આખરે ભારે મહેનત બાદ યુવકને કોઈ ઈજા વિના નીચે ઉતારવામાં સફળતા મળી, જેને કારણે પરિવાર અને હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande