શ્રીરામનો જન્મોત્સવ 'રઘુવંશી ગૌરવ દિવસ' તરીકે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો.
-વેરાવળમાં રામ નવમી, રઘુવંશી ગૌરવ દિવસ ઉજવાયો ગીર સોમનાથ, 26 માર્ચ (હિ.સ.) હાલાઈ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ એકતા સાથે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન. વેરાવળ હાલાઈ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન
શ્રીરામનો જન્મોત્સવ 'રઘુવંશી ગૌરવ દિવસ' તરીકે ભક્તિભાવપૂર્વક


-વેરાવળમાં રામ નવમી, રઘુવંશી ગૌરવ દિવસ ઉજવાયો

ગીર સોમનાથ, 26 માર્ચ (હિ.સ.) હાલાઈ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ એકતા સાથે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન. વેરાવળ હાલાઈ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ 'રઘુવંશી ગૌરવ દિવસ' તરીકે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જ્ઞાતિ એકતાના દર્શન કરાવતા સમૂહ ફરાળી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.રામ જન્મોત્સવ બપોરે 12 કલાકને 05 મિનિટે ઉજવાયો હતો. આ સમયે મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના અગ્રણીઓ સહિત અનેક ભાવિક ભક્તોએ સમૂહ મહાઆરતીમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત બહેનો અને દીકરીઓએ તાલી રાસ સાથે ફૂલહાર અને પુષ્પવર્ષા કરીને રામ જન્મનું સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ અને ભીડીય ભાલકામાં વસતા સમસ્ત રઘુવંશી પરિવારજનો માટે રામનવમીના રોજ શ્રી લોહાણા મહાજન વાડી, સટ્ટા બજાર, વેરાવળ ખાતે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન કરાયું હતું. સવારે 11 :00 કલાકથી જ ગોરબાપા ભરતભાઈ જોષી દ્વારા રામ જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ અવસરે શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમ વિ તન્ના, ઉપપ્રમુખ મુકેશ આર રૂપારેલીયા સહિત કારોબારી સભ્યો અશોકભાઈ ગદા, બીપીનભાઈ અઢીયા, રમેશભાઈ ગંગદેવ, રવિભાઈ ખખ્ખર, નિલેશભાઈ વિઠલાણી, જીતેન્દ્રભાઈ ખખ્ખર, ધીરુભાઈ ચંદે, મહેન્દ્રભાઈ રાજા, ચીમનભાઈ ઉનડકટ, અનિષ રાચ્છ, ભરત સોમૈયા, હિતેશ માંડવીયા, ભરત શિંગાળા કેતન કાનાબાર, ધર્મેન્દ્ર અઢિયા, હાર્દિકભાઈ ઠકરાર, રાજેશભાઈ મશરૂ, મુકેશભાઈ ચોલેરા, મહેશભાઈ દતાણી, અનિષ રાચ્છ, ચંદ્રેશ અઢિયા સહિતના રામ જન્મ ઉત્સવ સમિતિના કાર્યકરોએ ઉત્સાહભેર રામ જન્મ ઉત્સવની ઉજવણી કરી ત્યારે મહિલા મંડળ, રઘુવીર સેના મહિલા પાંખના મહિલા હોદ્દેદારો આ તકે શોભાબેન તન્ના એ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમૂહ પ્રસાદી માટે બહેનો અને સિનિયર સિટીઝનો માટે ડાઇનિંગ ટેબલ પર અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેણે ભક્તિમય વાતાવરણમાં રઘુવંશીઓની એકતાના દર્શન કરાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande