માધવપુર મેળામાં તમામ દિવસ આરોગ્ય સેવા ઉપલબ્ધ
પોરબંદર, 26 માર્ચ (હિ.સ.) : માધવપુર મેળો-2026 દરમિયાન ભાવિકો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યુ છે. જનરલ મેળાના ગ્રાઉન્ડ ખાતે(મેળાના તમામ દિવસો દરમીયાન (24X7) જેમા સવારે 8 થી 2, 2થી 8 અને સાંજે 8 થી સવારે 8 વા
માધવપુર મેળામાં તમામ દિવસ આરોગ્ય સેવા ઉપલબ્ધ


પોરબંદર, 26 માર્ચ (હિ.સ.) : માધવપુર મેળો-2026 દરમિયાન ભાવિકો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યુ છે. જનરલ મેળાના ગ્રાઉન્ડ ખાતે(મેળાના તમામ દિવસો દરમીયાન (24X7) જેમા સવારે 8 થી 2, 2થી 8 અને સાંજે 8 થી સવારે 8 વાગ્યા સુધી ત્રણ પાળીમાં એક મેડીકલ ઓફીસર તથા ચાર પેરામેડીકલ સ્ટાફ ફરજ બજાવશે. બહોળી સંખ્યામાં એકઠી થતી જનમેદની અંગે આઇડેન્ટીફાઇ કરેલ પોઇન્ટ જેવા કે માધવરાયજી મુખ્ય મંદીર અને બીચ, લગ્ન મંડપ, હેલીપેડ, આઈ.ઈ.સી. સ્ટોલ ખાતે, ગોલ્ડન, સીલ્વર પાર્કીંગ એરીયા, જનરલ પાર્કીંગ એરીયા તથા જનરલ મેડીકલ લોન્જ ખાતે આર.બી.એસ.કે.ની ટીમો વાહન સાથે મેડીકલ ટીમ તરીકે ફરજ બજાવશે. જેનો સમય સવારે 8 થી 4 અને બપોરે 4 થી 12નો રહેશે.

જનરલ મેડીકલ લોન્જ ખાતે સવારે 10 થી સાંજે 5 સુધી અને સાંજે 5 થી મેળો પુર્ણ થાય ત્યા સુધી બે એમ.બી.બી.એસ. મેડીકલ ઓફીસર રોટેશનમાં ફરજ બજાવશે. કેન્દ્ર કે રાજ્ય કક્ષાએથી આવનાર મહેમાનો તથા મહાનુભવો માટે જરૂરી ડોક્ટરો, તજજ્ઞ ડોક્ટરો સાથેની જરૂરી મેડીકલ વાહન (આઇ.સી.યુ. ઓન વ્હીલ) સાથેની વ્યવસ્થા માટે જીએમઈઆરએસ પોરબંદર કે સિવિલ સર્જન પોરબંદર મારફત કરવામાં આવશે.

અધિક્ષક, સી.એચ.સી.-માધવપુર તથા જીએમઈઆરએસ પોરબંદર કે સિવિલ સર્જન પોરબંદરના સંકલનથી સી.એચ.સી.-માધવપુર ખાતે આવનાર મહેમાનો તથા મહાનુભાવો માટે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા અલગ વોર્ડમાં સ્પેશીયાલીટી સર્જન ડોક્ટરની અને 24×7 કલાક કોઇપણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સપ્લાય તેમજ કાર્ડિયાક ડિફિબ્રીલેટર તથા ઓક્સીજન સીલીન્ડરની વ્યવસ્થા જીએમઈઆરએસ પોરબંદર મારફત કરવામાં આવશે.

માધવપુર લોકમેળા-2026 દરમીયાન ઇમરજન્સીને પહોંચી વળવા GVK EMERI 108ના જીલ્લા કક્ષાના કોર્ડીનેટર સાથે સંકલન કરી 108 વાહન 24x7 માટે હાજર રાખવામાં આવશે. હીટવેવથી આમજનતાને રક્ષણ માટે વિવિધ જગ્યાઓએ ઓ.આર.એસ. ડેપોનુ આયોજન અને આઇ.ઈ.ઈ. કરવામાં આવ્યુ છે. માધવપુર મેળા ખાતે ક્લોરીનેશન અને સેનીટેશન કામગીરી અંતર્ગત ટીમો બનાવી દૈનિક ધોરણે ટીમો મારફત તેનુ સઘન મોનીટરીંગ તથા સુપરવીઝન કરવામાં આવશે.

ફુડ ઇન્સપેક્ટર, ખોરાક અને ઔષધ નિયંત્રણની કચેરી, પોરબંદર સાથે સંકલ કરી મેળામાં ખાધ્યસામગ્રીની ચકાસણી અને અખાધ્ય પદાર્થો તથા જુના(વાસી) ખાધ્ય પદાર્થો તથા ખુલ્લા ખાધ્ય પદાર્થો તથા બિન આરોગ્યપ્રદ પદાર્થોનું વેચાણ ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાઓ લેવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી ટીમો બનાવી ઉપરોક્ત તમામ કામગીરીનુ મોનીટરીંગ તથા સપોર્ટીંગ સુપવિઝન તથા રીપોર્ટીંગ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande