
જામનગર, 27 માર્ચ (હિ.સ.) : જામનગરના લોઠીયા ગામ ખાતે ડી.જે. ની લાઇટ ચાલુ રાખવા બાબતે અગાઉ થયેલા ડખ્ખાનો ખાર રાખી ચાર શખ્સોએ પ્રથમ ચાલુ ગાડીમાં હુમલો કર્યો હતોં બાદમાં હથિયારો વડે તૂટી પડી હત્યાનો પ્રયાસ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગરના ન્યુ 80 ફુટ રોડ પર આવેલા વિયાનાપાર્કમાં રહેતા કપીલભાઇ વલ્લભભાઇ બાહુકીયા (ઉ.વ.35) ના હત્યાના પ્રયાસ મામલે આરોપી જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા અને અનુ ઉર્ફે લાલો માનસુરીયા સહિતના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી કપિલભાઈને આરોપી જયેન્દ્ર માનસુરીયા સાથે લોઠીયા ગામ ખાતે ડી.જે. ની લાઇટ ચાલુ રાખવા બાબતે બોલાચાલી જગડો થયો હતો. જે વાતનો ખાર રાખીને આ કામના ફરીયાદી કપિલ થી 26 ના રોજ રાત્રીના જામનગર આર્યસમાજ વાળા રોડ ઉપર જતા હતા. બંને આરોપીઓ ઘસી આવ્યા હતા તેઓએ ફરિયાદીના ચાલુ બાઈકે આરોપી જયેન્દ્ર ઉર્ફે ઢીંગાએ લોખંડના પાઇપ થી હુમલો કર્યો હતો.
ફરિયાદી યુવાનને માથાના પાછળના ભાગે એક ઘા મારતા યુવાન ચાલુ બાઈકે નીચે પડી ગયો હતો અને જતા તુરત જ આરોપી જયેન્દ્રએ ફરીયાદીના માથાના ભાગે બીજો જીવલેણ ઘા મારી ઇજા કરી હતી.
વધુમાં આરોપી અનુ ઉર્ફે લાલો માનસુરીયા એ લોખંડના કોયતાનો એક જીવલેણ ઘા ફરીયાદીના માથાના ભાગે માર્યો હતો. વધુમાં બે અજાણ્યા શખ્સોમાંથી એક શખ્સે લોખંડના બોલ્ટથી ફરીયાદી ઉપર હુમલો કર્યો હતો. વધુમાં બીજા શખ્સે છરીનો એક ઘા ફરીયાદીના માથામા મારવા જતા આમ આ ચારેય આરોપીઓ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથીયાર વડે ઇજા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt